જોઈતું સાહિત્ય મેળવવા અહી લખો અને શોધો

Followers

Sunday, March 5, 2023

English Cursive Writing banner. અંગ્રેજી કર્સિવ રાઇટિંગનાં બેનર

નમસ્કાર શિક્ષક મિત્રો,

આપણે શાળામાં બાળકોના અક્ષર સુધારણા માટે ઘણાં પ્રયત્નો કરતાં રહેતા હોઈએ છીએ. અંગ્રેજીમાં બાળકોના અક્ષર સુધરે અને કર્સિવમાં લખી શકે માટે બાળકોને તૈયાર આવતી બુકમાં અને ફોર લાઇનમાં લખવાની પ્રેક્ટિસ કરાવતો હતો. તેનું સારું પરિણામ મળ્યું છે. બાળકો કર્સિવમાં લખતા થયાં છે પરંતુ સમય  જતાં આ બુક મોંઘી થતી ગઈ અને અમુક બાળકો તે ખરીદવા સક્ષમ ન હતા. માટે બાળકોને કોઈ ખર્ચ ન થાય અને સરળતાથી એકબીજાની મદદથી લખતા શીખે તે માટે બેનર તૈયાર કર્યા છે. આ બેનરની સાઇઝ 4+8 ફૂટની છે. કેપિટલ અને સ્મોલ બંનેમાં બેનર તૈયાર કર્યા છે. આ બેનરને પ્રિન્ટ કરાવી અક્ષરો અલગ- અલગ કાપી શાળામાં જુદી જુદી જગ્યાએ લગાડયા અને બાળકોને ઘૂટવા અને લખવા જણાવ્યું. બાળકો ખૂબ સારી રીતે લખે છે. આનો ફાયદો એ થયો કે જે બાળકો બુક ખરીદવા સક્ષમ નથી તેઓ પણ પ્રેક્ટિસ કરી શકે છે અને લખી શકે છે, શીખી શકે છે. 

'ગમતાનો કરીએ ગુલાલ' એ વાત ધ્યાને લઈ બીજા શિક્ષકો પણ જે આવું કરી કરવા ઈચ્છે છે તેઓને ફરી મહેનત ન કરવી પડે એ માટે આ તૈયાર કરેલ બેનર અહી મૂકું છું. આપે ફક્ત તેની પ્રિન્ટ કઢાવવાની છે અને અલગ અલગ અક્ષરો કાપી તેને શાળામાં યોગ્ય જગ્યાએ લગાડવાના છે. એટલે તમારું કામ પૂરું. આગળનું કામ- ચોક શોધવાનું, ઘૂંટવાનું અને લખવાનું બાળકો જાતે કરી લેશે અને પરીક્ષામાં આપને તેનું પરિણામ પણ જોવા મળશે... 

ટોટલ 2 બેનર છે. એક કેપિટલનું અને બીજું સ્મોલ લેટરનું. પહેલા સ્મોલ લેટરની પ્રેક્ટિસ કરાવવી ત્યારબાદ કેપિટલની જેથી બાળકો બંને વચ્ચેનો ભેદ સમજી શકે. જો પહેલા કેપિટલમાં લખશે તો બધુ જ કેપિટલમાં લખવાની ટેવ પડી જશે. માટે નાના ધોરણમાં પહેલા સ્મોલ લેટરના બેનર પર લખાવવું અને બાદમાં કેપિટલ.  મોટા  ધોરણવાળા બાળકો બંનેની પ્રેક્ટિસ સાથે કરી શકે છે. 

મારી શાળામાં બાળકો લખે છે તેનો તેના થોડા ફોટા અને બેનર મૂકું છું. ફોટામાં બતાવ્યા મુજબ દીવાલ પર બેનર લગાડવા જેથી બાળકો નીચે બેસી લખી શકે.  બેનર નીચે આપ્યા છે ત્યાંથી   ડાઉનલોડ કરી શકશો.બેનર કદાચ આખું દેખાશે નહીં કારણકે મોટી સાઇઝ છે. જો પૂરું ડાઉનલોડ ન થાય તો જણાવશો. જો ગમે તો કોમેન્ટ કરશો અને બીજા મિત્રો સાથે શેર પણ કરજો. 











   

Thursday, October 8, 2020

યુનિટ 4 ધોરણ 8

 નમસ્કાર બાલદોસ્તો,

અહી તમને ધોરણ 8 ના પ્રથમ સત્રના અંગ્રેજીના યુનિટ 4 ના સ્પેલિંગ, એક્ટિવિટી , ગેમ્સ, વિડીયો અને એક્ટિવિટીનું સોલ્યુશન મળી રહેશે. જેમ તૈયાર થતું જશે એમ મળતું રહેશે. જો અગાઉના ત્રણ પાઠનું બાકી હોય તો તે પાઠના નામ પર ક્લિક કરી મેળવી શકો છો. 

સૌથી પહેલા તમને સ્પેલિંગ આપ્યા છે. તેની નીચે તેની ગેમ્સ તૈયાર થશે એટલે આપીશ. ત્યાં સુધીમાં અગાઉની જેમ સ્પેલિંગ વાંચી લેવા. સાથે સાથે એક્ટિવિટી 1 થી 4 નો વિડીયો પણ મુકેલ છે. જો જોવાનો બાકી હોય તો જોઈ જવો. વિડીયો ની નીચે એક્ટિવિટી 4 મા આવતા ત્રણેય પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે. તે ફોટા છે. તેના પર ક્લિક કરતાં મોત દેખાશે અને ડાઊનલોડ પણ થઈ શકશે. 

અત્યારે ફક્ત 

સાથે સ્પેલિંગ જોવાના છે. ચિત્ર પરથી અર્થ વિચારવાનો છે. પછીથી અર્થ પણ મૂકવામાં આવશે. 

નીચે વિડીયો એક થી 4 લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી વિડીયો શરૂ થશે. જો તમે નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જેથી ફરી જ્યારે લાઈવ શેશન હોય ત્યારે તમને એની જાણ મળે 


વિડીયો 1 થી 4

એક્ટિવિટી 4 ના ત્રણ પ્રશ્નો છે. પ્રશ્ન 1 મા A અને B ને જોડવાના છે તે નીચે આપ્યા છે 


બીજા પ્રશ્નમાં સાચું ખોટું કહેવાનું છે અને ખોટ વાક્યો ફરી લખવાના છે. તેના જવાબો નીચે આપ્યા છે 

ત્રીજા પ્રશ્નમાં 
આપ્યા છે. તેના જેવા સમાન વાક્યો પાઠમાંથી શોધી લખવાના છે. તેના જવાબો નીચે આપ્યા છે. 



જેમ આગળ પાઠ ચાલતો જશે એમ નવા વિડીયો મૂકાતા રહેશે. 


એક્ટિવિટી 5-6-7-8 નો વિડીયો જોવા નીચે વિડીયો 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

વિડીયો 5

એક્ટિવિટી 5-6-7-8 ના જવાનો નીચે આપેલ છે. 

Activity 5 A


Activity 5 B

Activity 7 A


Activity 7 B


Activity 8 




Wednesday, September 23, 2020

ધોરણ 8 અંગ્રેજી યુનિટ 3

 નમસ્કાર બાલ દોસ્તો 

આ પોસ્ટમાં તમને ત્રીજા યુનિટ What were You Doing? ના વિડીયો અને એક્ટિવિટીના જવાબો મળશે. પાઠ પૂરો થયે ટેસ્ટ પણ અહીજ મૂકવામાં આવાશે. તો આ મેસેજ સાચવીને રાખજો જેથી કામ લાગે. 

એક્ટિવિટી 1 & 2 

એક્ટિવિટી 1 અને 2 ના વિડીયો માટે નીચે વિડીયો 1 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

વિડીયો 1

આ વિડિયોના જવાબો માટે નીચે ઇમેજ આપપી છે તેમાંથી જવાબો નોટબુકમાં લખી લેવા. 


ચિત્રો નીચે વાક્યો જોઈને લખી લેવા 

એક્ટિવિટી 3 
એક્ટિવિટી 3 A Letter By Tina નો વિડીયો જોવા માટે નીચે વિડીયો 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

વિડીયો 3

એક્ટિવિટી 4 -5 - 6 

નીચે વિડીયો 4 લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી એક્ટિવિટી 4-5-6 નો વિડીયો જોવા મળશે. વિડીયો જોયા બાદ નીચે આપેલ ફોટો માંથી આ ત્રણ એક્ટિવિટીના જવાબો નોટ મા લખી લેવી. 

વિડીયો 4







પાઠ પૂરો થયે ટેસ્ટ મૂકવામાં આવશે 
namaste

ધોરણ 7 અંગ્રેજી યુનિટ 2

 ધોરણ 7 ના બાળકો,

આ પોસ્ટમાં તમને બીજા યુનિટના દરેક વિડીયો અને તેને લાગુ પડતી દરેક એક્ટિવિટીના જવાબો મળશે. આ એક જ પોસ્ટમાં બધુ મૂકવામાં આવશે માટે આ સાચવીને રકખવું. પાઠ પૂરો થયા બાદ ટેસ્ટ પણ અહીજ મૂકવામાં આવશે. 

એક્ટિવિટી 1 અને 2 ના વિડીયો માટે નીચે વિડીયો 1 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

વિડીયો 1

ઉપરની લિંકમાં બન્ને એક્ટિવિટીના વિડીયો છે અને તેમાંથી જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. 

એક્ટિવિટી 3 SEVEN AT ONE BLOW ના વિડીયો માટે નીચે વિડીયો 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

વિડીયો 3

ઉપરના વિડિયોના જવાબ નીચે ઈમેજમાં આપેલ છે તે નોટબુકમાં લખી લેવા 


એક્ટિવિટી 5
એક્ટિવિટી 5 મા આપણે પ્રશ્નો પૂછતાં શીખવાનું છે. તેનો વિડીયો જોવા માટે નીચે વિડીયો 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

વિડીયો 5

આ એક્ટિવિટીના જવાબો નીચે આપેલ છે તે નોટબુકમાં લખી લેવા 





યોગ્યરીતે સમજીને પ્રશ્નો બનાવતા શીખવું. આ ઉપરાંત બીજા વાક્યો ના પ્રશ્નો બનાવી તમારા સાહેબને મોકલવા . 
good

Monday, September 21, 2020

ધોરણ 6 અંગ્રેજી યુનિટ 3 સ્પેલિંગ ગેમ્સ

 નમસ્કાર ધોરણ 6 ના બાળકો ,

તમે અંગ્રેજીના પહેલા 2 યુનિટની ગેમ્સ રમી હશે. તેજ રીતે આજ ત્રીજા યુનિટના સ્પેલિંગની ગેમ્સ રમી સ્પેલિંગ પાક કરીશું. સૌથી પહેલા અહી તમને પીકચર ડિક્ષનરી આપી છે તે ધ્યાનથી જોઈલો . સ્પેલિંગ અને ચિત્રો બન્ને. ત્યારબાદ નીચે આપેલ સ્પેલિંગ અને અર્થ તમારી નોટમાં લખી લ્યો.. 


 

સ્પેલિંગ અને અર્થ

Admit દાખલ

afraid ડરવું

agree સહમત/રાજી

arrest ધરપકડ

believe માનવું

born જન્મવું

brave બહાદુર

carry લઈ જવું

challenge પડકાર

change બદલવું

congratulation અભિનંદન

coward ડરપોક

decide નક્કી કરવું

forest જંગલ

gather ભેગા થવું

laugh હસવું

marry લગ્ન

mountain પર્વત

ornaments ઘરેણાં

receive મેળવવું

stick લાકડી

strong મજબૂત / ખડતલ

tease ખીજવવું

through આરપાર

trap જાળ

wealthy પૈસાદાર


હવે આપેલ સ્પેલિંગની ગેમ્સ જોઈએ, રમીએ . 

ગેમ 1 BALLOON TOP

આ ગેમ તમે અગાઉ રમી ગયા છો. અહી તમારે ટ્રેન પર લખેલ અર્થ અને ચિત્ર ને લાગુ પડતાં બલૂન ને એવી રીતે ફોડવાનું છે કે તેની નીચે રહેલ સ્પેલિંગ ડબ્બામા પડે. આ ગેમ રમવા નીચે ગેમ 1 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

ગેમ 1


ગેમ 2  match up

આ ગેમમાં તમારે સ્પેલિંગ અને અર્થ ને એકબીજા સાથે જોડવાના છે. આ ગેમ રમવા નીચે ગેમ 2 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 


ગેમ 2


ગેમ 3 crossword

આ ગેમમાં તમારે શબ્દો માટેના બોક્ષ આપ્યા હશે. બાજુમાં નંબર લખ્યા હશે. ગમે તે નંબર પર ક્લિક કરવાથી અર્થ બતાવશે. તમારે તે અર્થ નો સ્પેલિંગ લખવાનો છે. આ ગેમ માટે નીચે ગેમ 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

ગેમ 3


ગેમ 4  gameshow quiz

અહી તમને કોણ બનેગ કરોડપતિ જેવી ગેમ આપી છે. અહી પણ તમને લાઈફલાઇન મળશે. બોનસ રાઉન્ડ મળશે. ગેમ રમવા નીચે ગેમ 4 લખ્યું છે ત્યાં લકીક કરો. 

ગેમ 4


ગેમ 5 word search

અહી તમને એક ચોરસમાં બધા જ સ્પેલિંગ લખ્યા હશે. બાજુમાં બધાજ અર્થ લખ્યા હશે. તમારે ચોરસમાં લખેલ અક્ષરો માંથી એક સ્પેલિંગ શોધવાનો છે અને પછી તેને લગતા અર્થ પર ક્લિક કરવાની છે. આ ગેમ રમવા નીચે ગેમ 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 5


તો ચાલો બાળકો રમત રમતાં સ્પેલિંગ પાક કરીએ...
jakkas

Sunday, September 20, 2020

ધોરણ 7 અંગ્રેજી યુનિટ 3 ગેમ્સ

 નમસ્કાર ધોરણ 7 ના બાળકો. 

તમે અગાઉ 2 યુનિટના સ્પેલિંગ ની ગેમ્સ રમી ચૂક્યા છો. આજ આપણે તેના ત્રીજા યુનિટના સ્પેલિંગની ગેમ્સ રમવાની છે. 

તો ચાલો સૌથી પહેલા સ્પેલિંગની પીકચર ડિક્ષનરી અને અર્થ જોઈ લઈએ . તમારે સ્પેલિંગ અને અર્થ નોટમાં લખી લેવાના છે. 


 

Appointment નિમણૂક


chief guest મુખ્ય મહેમાન


customer ગ્રાહક


discount છૂટ


doorstep ઉંબરો ઘરનું પગથિયું


exchange અદલાબદલી


formula સૂત્ર સિધ્ધાંત


herbal હર્બલ


lake તળાવ


picnic પિકનિક/ એક દિવસનો પ્રવાસ


proofપુરાવો


quickly જડપથી


retail છૂટક


sales girl વેચાણ કરનાર છોકરી


spoil બગાડવું


stream ઝરણું


હવે ગેમ્સ જોઈએ 

ગેમ 1 

પહેલી ગેમનું નામ છે BALLOON TOP  આ ગેમ તમે અગાઉ રમી ચૂક્યા છો. નીચે ચાલતી ટ્રેન પર ચિત્ર અને સ્પેલિંગ હશે. બલૂનમા અર્થ લખેલા હશે. લાગુ પડતું બલૂન જ્યારે ટ્રેન પર આવે ત્યારે ફોડવાનું છે. 

નીચે ગેમ 1 લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી ગેમ શરૂ થશે. 

ગેમ 1


ગેમ 2 
બીજી ગેમનું નામ છે CROSSWORD અહી તમને સ્પેલિંગ લખવા બોક્ષ આપ્યા હશે. તેની બાજુમાં નંબર લખ્યા હશે . તે નંનાર પર ક્લિક કરવાથી અર્થ બતાવશે. તે અર્થનો સ્પેલિંગ તમારે લખવાનો છે. 
આ ગેમ રમવા નીચે ગેમ 2 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

ગેમ 2


ગેમ 3 
આ ગેમનું નામ છે MATCH UP આ ગેમમાં તમારે એક બાજુ અર્થ લખી અહશે. બીજી બાજુ સ્પેલિંગ હશે. તમારે સાચા સ્પેલિંગ સાથે અર્થ જોડાવાનો છે. આ ગેમ રમવા નીચે ગેમ 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 3  


ગેમ 4 
આ ગેમનું નામ છે FIND THE MATCH ઉપર આપેલ જેવીજ ગેમ છે પણ અહી એક પછી એક અર્થ આવશે અને ચિત્ર હશે નહીં. આ ગેમ રમવા નીચે ગેમ 4 લખ્યું છે ત્યાં ક્લિક કરો . 

ગેમ 4


ગેમ 5 
આ ગેમનું નામ છે WORD SEARCH 
એક સાઇડમાં બધાજ અર્થ આપ્યા હશે. બાજુમાં બોક્ષમા બધાજ સ્પેલિંગ ભેગા લખ્યા હશે, તમારે સાચો સ્પેલિંગ શોધી તેના પર ક્લિક કરવાની છે અને સાથે અર્થ પર. બન્ને પર ક્લિક કરવાથી જ જવાબ સાચો પડશે એ ધ્યાન રાખવું . આ ગેમ રમવા નીચે ગેમ 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો . 

ગેમ 5


ચાલો રમત રમતાં સ્પેલિંગ પાકા કરીએ ....
games

Saturday, September 19, 2020

ધોરણ 8 અંગ્રેજી યુનિટ 3 સ્પેલિંગ ગેમ્સ

 નમસ્કાર ધોરણ 8 ના બાળકો,

તમે અગાઉ આપેલ બન્ને યુનિટની ગેમ્સ રમી હશે. સ્પેલિંગ પાક થયા હશે. આજ અહી તમારે તે રીતેજ ત્રીજા યુનિટના સ્પેલિંગ પાક કરવાના છે. એ પણ રમતા રમતા .. તૈયાર છો ને???

તો પહેલા નીચે આપેલ પીકચર ડિક્શનરી જોઈલો. ચિત્રો અને સ્પેલિંગ બરોબર જોઈલો અને નીચે આપેલ સ્પેલિંગ અને અર્થ તમારી નોટમાં લખી લો.


સ્પેલિંગ અને અર્થ 

Appropriate યોગ્ય


convert બદલવું


convey લઈ જવું


deliberate ઇરાદાપૂર્વક


demonstration પ્રદર્શન


excitement ઉત્તેજના


experience અનુભવ


household ઘરગથ્થું


juggler જાદુગર/ હાથ ચાલાકીના ખેલ કરનાર


refuse ના પાડવી


regards આદર સાથે


sincere નિષ્ઠાવાન


source સ્ત્રોત


sunstroke લૂ


surrounding આસપાસનું/ ઘેરવું


trade વેપાર



સ્પેલિંગ લખાઈ ગયા હશે અને વાંચીલીધા હશે. તો ચાલોથઈજાઓ તૈયાર સ્પેલિંગની ગેમ્સ રમવા . ગેમ પુરી થયા બાદ LEADER BOARD લખેલું આવશે. ત્યાં ક્લિક કરવાથી સૌથી વધુ સ્કોર કરનાર 10 નામ બતાશે . જો તમારો સ્કોર સૌથી સારો હશે તો તમને તમારું નામ લખવાનું કહેશે...

ગેમ 1 નું નામ છે BALLON TOP  આગેમ તમે અગાઉ રમી ગયા છો એટલે વધુ માહિતી આપવાની જરૂર નથી. ટ્રેનમાં લખેલ અર્થ અને ચિત્ર સાથે યોગ્ય સ્પેલિંગ નું બલૂન ફોડી મૂકવાનું છે. નીચે ગેમ 1 લખ્યું છે ત્યાં ક્લિક કરી ગેમ રમો 

ગેમ 1


ગેમ 2 
બીજી ગેમનું નામ છે QUIZ GAME SHOW  આ ગેમ કોન બનેગ કરોડપતિ જેમ રમવાની છે. લાઈફલાઇન સાથે પ્રશ્નોના જવાબો આપવાના છે. ગેમ રમવા નીચે ગેમ 2  લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 2


ગેમ 3 
આ ગેમનું નામ છે ANAGRAM અહી તમને ઉપર ચિત્ર અને અર્થ આપેલ હશે. નીચે સ્પેલિંગ આડોવાળો આપ્યો હશે. તમારે તેના અક્ષરો યોગ્ય ક્રમમા ગોઠવવાના છે . ગેમ રમવા નીચે ગેમ 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 3


ગેમ 4 
આ ગેમનું નામ છે MATCH UP. અહી તમારે સ્પેલિંગ ને અર્થ સાથે જોડાવાનો છે. ગેમ રમવા નીચે ગેમ 4 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 4


ગેમ 5 
આ ગેમનું નામ છે SCROSSWORD. અહી તમારે ક્રોસસમાં આપેલ સ્પેલિંગ લખવાના છે. દરેક બોક્સની ઉપર એક અંક લખેલો હશે ત્યાં ક્લિક કરવાથી તેનો અર્થ બતાવશે. એ અર્થને લાગતો સ્પેલિંગ લખવાનો રહેશે. 
ગેમ રમવા નીચે ગેમ 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 5


ગેમ 6 
આ ગેમ નું નામ છે FIND THE MATCH અર્થ અને ચિત્ર ઉપર ચાલતા બતાશે . નીચે બધા જ સ્પેલિંગ લખ્યા હશે. તમારે તેને યોગ્ય સ્પેલિંગ પર ક્લિક કરવાની છે. ગેમ રમવા નીચે ગેમ 6 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

ગેમ 6

ચાલો રમત રમતાં અંગેજી શીખીએ 
new games

Friday, September 18, 2020

ધોરણ 6 અંગ્રેજી યુનિટ 2 સ્પેલિંગ ગેમ્સ

 નમસ્કાર બાળદોસ્તો ,

તમે પહેલા પાઠની ગેમ્સ રમી હશે. મજા આવી હશે ને?

તો આજ અહી આપણે બીજા પાઠના સ્પેલિંગની ગેમ્સ રમીશું. તો થઈ જાઓ તૈયાર. 

સૌ પ્રથમ અહી તમને બીજા પાઠના સ્પેલિંગની પીકચર ડિક્ષનરી આપી છે તે સરખી રીતે જોઈ લો. તેમાં રહેલ સ્પેલિંગ અને તેના ચિત્રો નિરાંતે જોઈ લો. બાદમાં નીચે આપેલ અર્થ અને સ્પેલિંગ નોટમાં લખી લો. 


  

Across પેલેપાર


arrange ગોઠવવું


arrive પહોંચવું


bridge પુલ


celebrate ઉજવવું


collect ભેગું કરવું


decorate શણગારવું

disturb વિક્ષેપ


divide ભાગ/ ભાગલા પાડવા


environment પર્યાવરણ


plant છોડ


pond તળાવ


receive મેળવવું


relative સગા


tie બાંધવું


હવે નીચે આપેલ ગેમ્સની અલગ અલગ માહિતી જોઈ તે મુજબ ગેમ્સ રમો અને સપેલ્લીન તૈયાર કરો. 

ગેમ 1 

ગેમનું નામ છે. Missing word. એમાં તમને અધૂરા સ્પેલિંગ આપ્યા હશે તમારે ખૂટતા શબ્દો ઉપર લખેલા હશે તેમાંથી પસંદ કરવાના રહેશે. શબ્દ પસંદ કર્યા પછી SUBMIT ANSWER પર ક્લિક કરવાથી બીજા પ્રશ્ન પર જવાશે. 



ઉપરના ચિત્ર મુજબ ગેમમા શબ્દો ગોઠવવા . ગેમ રમવા નીચે ગેમ 1 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 1


ગેમ 2 
બીજી ગેમનું નામ છે Match up. આ ગેમમાં તમારે ચિત્ર અને અર્થ સાથે સ્પેલિંગ જોડવાના છે. નીચે ચિત્રમાં આપ્યા મુજબ ગેમ રમાશે . ઉપર આપેલ ચિત્રને તેને લાગુ પડતાં સ્પેલિંગ ના બોક્ષમા મૂકવાના છે. છેલ્લે Submit Answer પર ક્લિક કરતાં બહાજ જવાબો બતાશે. 


નીચે ગેમ 2 લખ્યું છે ત્યાં ક્લિક કરી ગેમ રમો 

ગેમ 2

ગેમ 3 

ગેમ 3 નું નામ છે. Gameshow quiz. આ ગેમ કોણ બનેગ કરોડપતિ જેમ છે. જેમાં તમને લાઈફલાઇન મળશે, બોનસ પોઇન્ટ્સ મળશે. જેમ જેમાગલ વધશો તેમ તેમ ગેમ થોડી અઘરી થતી જશે. ગેમ રમવા નીચે ગેમ 3 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 3

ગેમ 4 

ગેમ 4 નું નામ છે Balloon pop.   અહી તમને એક ટ્રેન જતી બટશે. તેમ ડબ્બા પર સ્પેલિંગ લખ્યો હશે, અને ઉપર બલૂન પર ચિત્ર અને અર્થ હશે. તમારે લાગુ પડતાં ચિત્રના બલૂનને એવી રીતે ફોડવાનું છે કે તે સીધું ડબ્બા માં પડે. 


આગેમ રમવા નીચે ગેમ 4 લખ્યું છે ત્યાં ક્લિક કરો 

ગેમ 4

ગેમ 5 

આ ગેમનું નામ છે Quiz. અહી તમને સ્પેલિંગ આપ્યો હશે. નીચે ચાર ચિત્રો આપ્યા હશે. લાગુ પડતું ચિત્ર પસંદ કરવાનું રહેશે. 



ગેમ રમવા નીચે ગેમ 5 લખ્યું છે ત્યાં ક્લિક કરો. 

ગેમ 5

તો બાલ દોસ્તો રમત રમતાં સ્પેલિંગ પાક કરો ....

games started

Thursday, September 17, 2020

ધોરણ 7 અંગ્રેજી યુનિટ 2 સ્પેલિંગ ગેમ

 નમસ્કાર બાલદોસ્તો,

આશા છે કે તમે પહેલા યુનિટની ગેમ રમી હશે. સ્પેલિંગ તેના અર્થ સાથે સરળતાથી યાદ રહી ગયા હશે. એ સમયે 2 ગેમ જ આપી હતી. બાળકો ને રમવાની મજા આવી હતી માટે બીજા યુનિટની 4 ગેમ તૈયાર કરી છે. તો રમવા થઈ જાઓ તૈયાર.. 

સૌથી પહેલા સ્પેલિંગનું પેજ જોઈલો, તેના ચિત્રો સાથે અને નીચે અર્થ આપ્યા છે તે સ્પેલિંગ સાથે લખી લ્યો. 2-3 વખત વાંચી લ્યો, સરખી રીતે ચિત્રો જોઈ લ્યો એટલે ગેમ આસાનીથી જીતી શકાય 


Prime મુખ્ય

promise વચન

stones પથ્થરો

insect જીવજંતુ

display બતાવવું

theatre થિએટર નાટ્યગૃહ

beggar ભિખારી

buzzing ગણગણવું

present ભેટ

live રહેવું

helpline હેલ્પલાઈન

passage પેસેજ/ અવરજવર નો રસ્તો

fight લડાઈ

brave બહાદુર


હવે ગેમ 1 જોઈએ 

આ ગેમમાં તમને ચિત્ર અને અર્થ આપ્યો હશે. નીચે બોક્ષમા સ્પેલિંગ આપ્યો હશે. પણ તે સ્પેલિંગ નાં અક્ષરો આડાઅવળા  હશે. તેને નીચે આપેલ ચિત્ર પ્રમાણે યોગ્ય ક્રમમા ગોઠવવાના રહેશે 


ગેસમજાઈ ગઇ હશેનીચે ગેમ 1 લખ્યું છે ત્યાં ક્લિક 

ગેમ રમો 

ગેમ 1


ગેમ 1 રમવાની મજા આવીને? તો થઈ જાઓ તૈયાર બીજી ગેમ રમવા 
અહી તમને ઉપર સ્પેલિંગ આપ્યા હશે. અને નીચે અર્થ આપ્યા હશે. અર્થ પાસે બોક્ષ હશે તેમા તમારે ઉપર રહેલા સ્પેલિંગ લાવીને મૂકવાના છે. નીચે આપેલ ચિત્ર મુજબ . બધાજ શબ્દો ગોઠવાઈ ગયા બાદ નીચે submit answers લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી જવાબ સેવ થઈ જશે 
નીચે ગેમ 2 લખ્યું છે ત્યાં ક્લિક કરી ગેમ રમો 

ગેમ 2

ત્રીજી ગેમમાં ઉપર ચિત્ર અને અર્થ ચાલતા બટશે. નીચે બધાજ સ્પેલિંગ લખ્યા હશે. તેને લાગુ પડતાં સ્પેલિંગ પર ક્લિક કરવાની છે. નીચે આપેલ ચિત્ર મુજબ 



નીચે ગેમ 3 લખ્યું છે ત્યાં ક્લિક કરી ગેમ રમો 

ગેમ 3

ગેમ 4 માટે તમારે આપેલ લાઇન બાજુમાં લખેલ અંક પર ક્લિક કરવાથી ગુજરાતી અર્થ બતાવશે. એ અર્થ ને લાગતો સ્પેલિંગ તમારે બોક્ષમા લખવાનો છે. નીચે ચિત્ર આપ્યું છે તે મુજબ 



નીચે ગેમ 4  લખ્યું છે ત્યાં ક્લિક કરી ગેમ રમો 

ગેમ 4  


ગેમ રમવાની મજા આવી ને?????
lets play